Wednesday, November 19, 2008

ઓળખો છો ?


image: ©Vinod Dave 2008



એક સન્નાટો તરે છે,ઓળખો છો ?
શખ્સ થઈ,ઇચ્છા ફરે છે ઓળખો છો ?

ઓળખીતાં અર્થના સંદર્ભ વચ્ચે
ફીણ જેવું વિસ્તરે છે,ઓળખો છો ?

વારતાનાં પાત્ર જેવું હાસ્ય વેરી
ગોઠવેલાં ડગ ભરે છે ઓળખો છો ?

લાલ-પીળાં પોત જેવું પાથરીને
સાવ ધોળું કરગરે છે,ઓળખો છો ?

ફૂલસામે જોઇનેં,નિઃશ્વાસ નાંખી
છુંદણાંને ખોતરે છે,ઓળખો છો ?

શું નહીંતર ઉપજે છે,શૂન્યથી !
તોય સરવાળાં કરે છે,ઓળખો છો ?

હોય છે મશગૂલ ચર્ચામાં મરણની
જિંદગીથી થરથરે છે,ઓળખો છો ?


ડો.મહેશ રાવલ

No comments: